બોલીવુડમાં અત્યારે સૌથી મોંઘી ફિલ્મ Kalki 2898 AD રિલીઝ થઈ છે. સવારે જ તેને જોઈ આવ્યો. માર્વેલની ફિલ્મો ખુબ જ જોઈ છે એટલે વીએફએક્સની ખાસી એવી જાણકારી છે. Kalki 2898 AD માં જે પ્રકારે એક્ટરોએ અભિનય કર્યો છે તે ખરેખર લાજવાબ છે. પહેલા કથાનકની વાત કરૂ તો, ખરેખર આ લોકો ખુબ જ સારો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. ભૂતકાળને ખુબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યો, ખાસ કરીને મજા તેમાં આવી કે ભૂતકાળને કાર્ટુનમાં દર્શાવાયો છે. પછી જે પ્રકારે એક પછી એક વાતને લિંક કરવામાં આવી તે ખુબ જ પસંદ આવ્યો. કાશીને જે રીતે દર્શાવાયું છે તેમાં થોડી બાંધછૂટ લીધી હોય એવું લાગ્યું! જો કે, કાશીને ભવિષ્યને ધ્યાનમાં રાખીને દર્શાવાયું છે.
કર્ણ પાછો કેવી રીતે આવ્યો તે એક પ્રશ્ન...
બધા જ કથા તો મને ખુબ જ પસંદ આવી છે. થોડા ઘણા ડાઉટ્સ છે પરંતુ તે હવે પછીના બીજા ભાગમાં ઉકેલાઈ જશે તેવી આશા છે. ખાસ તો કર્ણ પાછો કેવી રીતે આવ્યો? તે એક પ્રશ્ન છે. કારણ કે, કર્મ તો ચિરંજીવી નહોતો! પણ ખેર આવતા અધ્યાયમાં જવાબ મળશે એવી આશા. સંવાદોની વાત કરૂ તો એકથી એક ચઢિયાતા સંવાદો જોવા મળ્યા છે. એ પછી અશ્વત્થામા હોય કે, ભૈરવા હોય! મૂળ વાત એ છે કે, કહાનીની દરેક લિંક મળી રહીં છે.
પ્રભાસ ભૂલ રીતે એક્શનનો જ માણસ
થોડા સમય પહેલા બોલીવુડમાં એક ફિલ્મ આવી હતી ‘આદિપુરૂષ’ પરંતુ તેમાં કથાનક અને અભિનય બન્નેમાં લીલેરીયા જોવા મળ્યા હતા. પરંતુ Kalki 2898 AD માં પ્રભાસે તે ખામીને પૂર્ણ કરી બતાવી. અહીં પ્રભાસે ખુબ જ સારો અભિનય કર્યો, અને જામ્યો એટલા માટે કે તે મૂળ એક્શનનો જ માણસ છે. અશ્વત્થામાના રોલમાં બચ્ચનનો અભિનય અદ્ભૂત, અવિશ્મરણીય અને ઘાતક. બચ્ચનના અભિનય સામે તો બોલીવુડના યુવા એક્ટરો પણ ઝાંખા પડે! તેની સમકક્ષ કોઈ પણ આવી શકે નહીં. 81 વર્ષોનો આ ડોહો હજી પણ આવો અભિનય કરી શકે તે અકલ્પનીય છે. ખરેખર અમિતાભ બચ્ચન માટે દિલથી એક સલામ!
Bachchan અને Kamal Haasan એ ફિલ્મમાં પ્રાણ પૂર્યા
Supreme Yaskin ના રોલમાં Kamal Haasan એક નંબર હો બાકી! એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે, Amitabh Bachchan અને Kamal Haasan એ આ ફિલ્મમાં પ્રાણ પૂર્યા છે. શરૂઆતમાં તો ખબર જ નહોતી પડી કે, Supreme Yaskin ના રોલમાં કમલ હસન છે. માત્ર 10 મિનિટના રોલમાં તેણે સાબિત કરી દીધું કે, ડોહાઓ પણ યુવા એક્ટરોને શરમારે તેવો અભિનય કરી શકે છે.
S. S. Rajamouli એ તો બૂમ પડાવી દીધી હો!
માત્ર થોડીક ઝલક દેખાડ આવેલા S. S. Rajamouli એ તો બૂમ પડાવી દીધી હો! મે પહેલી વખત S. S. Rajamouli ને અભિનય કરતા જોયા. ખરેખર આ ફિલ્મમાં યુવા કલાકારો કરતા વયોવૃદ્ધ કલાકારો હાવી રહ્યા છે. મને સૌથી મોટી વાત ખટકી હોય તો તે દિપીકાનો અભિનય. આ પાત્ર માટે દિપીકા જરા પણ મેળખાતી નથી! આના કરતા તો માતાના રોલમાં Mrunal Thakur ખુબ સારી રીતે અભિનય કરી શકી હોત. જો કે, તેનો પાંચ મિનિટ જેટલો અભિનય હતો પણ ખરા જે લાજવાબ હતો. દિપીકા ફિક્કી લાગી અને ખરૂ કહું તો એ થોડું ઓવર એક્ટિંગ જેવું લાગ્યું!
માર્વેલને પણ ટક્કર મારે તેવા VFX
બાકી નાના નાના પાત્રોએ પણ જોરદાર કળા બતાવી છે. ખાતો મને ગમ્યા છે ફિલ્મના VFX! માર્વેલને પણ ટક્કર મારે તેવા VFX જોવા મળ્યા. Kalki 2898 AD એ સાબિત કરી નાખ્યું કે, આપણે બોલિવુડ વાળા પણ હોલિવુડને પાણી પાવી શકે છે. એ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી કે Kalki 2898 AD આગળ માર્વેલ વાળા પણ પાણી ભરે હો! મૂળ વાત એ કે હવે અત્યારે VFX નો જમાનો છે. પણ ઇતિહાસની સ્ટોરી લઈને ફિલ્મ બનાવી અને તેમાં પણ ભારતનો ભવ્ય ઇતિહાસ, ખરેખર આવા કથાનકમાં VFX ને સેટ કરવું ખુબ પડકાર જનક છે. પણ Kalki 2898 AD જે VFX છે તે 1 નંબર એટલે 1 નંબર!

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો