ભારતમાં અત્યારે ધર્મ જાણે ધંધો બની ગયો છે. ગણેશ ચતુર્થીને લઈને ભારતભરમાં ઉજવણીઓ થઈ છે. ભારતના લોકો ઉત્સવ પ્રિય લોકો છે એટલે દેવના દર્શન કરવા માટે દૂર દૂર સુધી જતા હોય છે, પરંતુ ભક્તો કે શ્રદ્ધાળુઓ સાથે જો દૂરવ્યવહાર થાય તો તે ભક્તોની ભાવનાને કેટલી ઠેસ પહોંચતી હોય છે. આવું જ કંઈક બને છે મુંબઈમાં કે જ્યારે સૌથી મોટો ગણેશ પંડાલ થાય છે અને તેનું નામ છે 'લાલબાગ ચા રાજા'. અહીં ભક્તો સાથે એવો વ્યવહાર થતો હતો જાણે તે લોકો માણસ નહીં પણ કોઈ વસ્તું હોય! આખરે આવું શા માટે? ત્યાં લોકો ભગવાનના દર્શન કરવા માટે આવે છે કે, ધંધાર્થીઓના ધક્કા ખાવા માટે?
લોકો ભગવાનના દર્શન કરવા આવે છે કે, તમારા ધક્કા ખાવા?
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) September 12, 2024
આ ખુબ જ નિંદનીય વર્તન છે!
#Mumbai #GaneshChaurthi #lalbagchaRaja pic.twitter.com/3ld6I171q7
અહીં મારે ધંધાર્થી કહેવું પડ્યું કારણ કે, અહીં ભક્તિ જેવી કોઈ ભાવના લાગી નથી. સંચાલકો દ્વારા માત્ર પૈસા છાપવા માટે જ ગણેશ પંડાલ રાખવામાં આવે છે તેવું જ છે. ઉપરના વીડિયોમાં તમે દ્રશ્યો જોઈ શકો છે. કે કેવી રીતે ભક્તોને ગળે પકડીને દૂર કરવામ આવી રહ્યા છે. આખરે શું કામ ગણપતિ બાબાનું નામ ખરાબ કરવામાં આવે છે? ભાગવાન પૈસા માટે નથી અને પૈસા છાપવાં જ હોય તો બીજા ઘણાં બધા રસ્તાઓ છે. આ રીતે ધર્મના નામે ધંધો શા માટે કરો છો? મને જ્યા સુધી ખ્યાલ છે ત્યાં સુધી અહીં બે દિવસમાં કરોડો રૂપિયાનું દાન આવે છે.
અહીં આવતા ભક્તો સાથે દુરવ્યવહાર શા માટે? જે લોકો પૈસા આપે છે તેમના માટે ખાસ વ્યવસ્થા અને જે દર્શન કરવા માટે આવે છે તેમના સાથે ધક્કામુક્કી! શું આ રીતે ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી થાય? અરે મરાઠાઓ તો ગણપતિને પોતાના આરાધ્ય માને છે. મરાઠીઓ માટે તો આ સૌથી મોટો તહેવાર છે, તો પછી ભક્તો સાથે આવો ભેદભાવ શા માટે?
'લાલબાગ ચા રાજા'નો ઇતિહાસ બધા જાણે છે, માત્ર કોરોના કાળ સિવાય ક્યારે આ ઉત્સવમાં ભંગ નથી થયો. પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે, 'લાગબાગ ચા રાજા'નું જે પહેલા મહત્વ હતું જે હેતું સાથે તેની શરૂઆત કરવામાં આવી હતી, તે ભૂલાઈ ગયું છે. અત્યારે તો માત્ર દાન લેવા માટે જ ઉત્સવ થઈ રહ્યો છે
Divya Darshan of Maa Ambe from Ambaji 🚩 pic.twitter.com/m5rZJ3TyYy
— Ashish Prajapati🇮🇳 (@Aash_prajapati) September 17, 2024
ભારતના બીજા ઘણાં મંદિરો છે. અરે ગુજરાતના અંબાજીની જ વાત કરી લ્યો ને! અહીં પણ ભાદરવી પૂનમે મેળો ભરાય છે તે પાંચથી છ દિવસ ચાલે છે. આ દિવસોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવામાં આવે છે. પરંતુ અહીં માઈભક્તો સાથે કોઈ દુરવ્યવહાર કરવામાં આવતો નથી. આ ઉપરનો વીડિયો તેનું પ્રમાણ છે. અહીં પણ કરોડો રૂપિયાનું દાન આવે છે. ભક્તો લાખોની સંખ્યામાં ચાલતા આવતા હોય છે અહીં તેમનો આદર અને સત્કાર થાય છે, સેવા અને ચાકરી થાય છે.
મારૂ તો એવું માનવું છે કે ધર્મના નામે ધંધો ના થવો જોઈએ. ભગવાનની પૂજા થાય, ભક્તિ થાય અને સેવા ચાકરી થાય પરંતુ ધંધો ના થાય! પણ અફસોસ કે થઈ રહ્યો છે. ભગવાને મનુષ્યને બનાવ્યો પરંતુ ભગવાને મનુષ્યના નામે પૈસા નથી કમાયા. કોઈ કે સરસ મજાની બે લાઈનો લખી છે કે, "...ઈશ્વર તારા બનાવેલા આજે તને બનાવે છે" અહીં મારો વિરોધ ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણીથી નથી પરંતુ તેમાં જે પ્રકારે ભક્તો સાથે ભેદભાવ કરવામાં આવે છે તેનાથી વિરોધ છે અને એ પણ સખત વિરોધ છે. કારણ કે હું મારા ધર્મને ક્યારે ધંધો તો નહીં જ બનાવા દઉં.
આ લેખ માટે હવે એટલા માટે લખવો પડ્યો કેમ કે હું કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા નહોતો માંગતો. આજે ગણેશ ચતુર્થીનો તહેવાર પૂર્ણ થયો એટલે દેશના દરેક નાગરિક સુધી માટે આ વાત અને સંદેશ પહોંચાડવો છે. ભગવાનની ભક્તિ કરો પરંતુ તેના નામ ધંધો કરવાનું બંધ કરો! કારણ કે ભગવાનને તો બધી જ ખબર છે કોણ કેવી રીતે ભક્તિ કરે છે? કોણ સાચી ભક્તિ કરે છે અને કોણ માત્ર દેખાવો કરે છે?
ધર્મનો પ્રચાર હોય વ્હાલા ધર્મનો ધંધો ના હોય! સમજાય તેને વંદન બાકી બધાને અભિનંદન
सुखकर्ता दुखहर्ता वार्ता विघ्नाची
नूर्वी पूर्वी प्रेम कृपा जयाची

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો