Diwali: દિવાળીના પર્વ નિમિત્તે સમરસ દિવાળીની ઉજવણી, સારથી ફાઉન્ડેશન અને મલબાર હિલ સોસાયટીની અનોખી પહેલ

Diwali:  દિવળીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો ઉજવણી કરવા માટે અધિરા બન્યાં છે. દરેકની ઇચ્છા હોય છે કે, પોતે પોતાના પરિવાર સાથે સારામાં સારી દિવાળી ઉજવણી કરે. પરંતુ અનેક લોકો એવા પણ હોય છે અનોખી રીતે અને સમાજને સારો સંદેશ આપતી દિવાળી ઉજવવામાં માનતા હોય છે. 

સારથી ફાઉન્ડેશન અને મલબાર હિલ સોસાયટી, નિકોલના રહીશો દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે સમરસ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

મલબાર હિલ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીને વર્ષભર સ્વચ્છ રાખનાર સફાઈકર્મીઓનું પરિવાર સહિત પૂજન કરી દિવાળી નિમિત્તે મીઠાઈ- કપડાં અને રાશનકીટ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. 

આ સમાજના અન્ય લોકો માટે પણ એક ખુબ જ સારો સંદેશ છે. આવી રીતે જ નવા દિવસોની ઉજવણી થવી જોઈએ. સારથી ફાઉન્ડેશન અત્યારે ખુબ જ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સમાજમાંથી નાતિ-જાતિના ભેદભાવ દૂર થઈને સમરસ સમાજ સમર્થ બને તેવા શુભ આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં નિકોલ વિસ્તારની ઘણી સોસાયટીઓ જોડાઈ છે. આવી જ રીતે નવા દિવસોની ઉજવણી થવી જોઈએ.  સારથી ફાઉન્ડેશન અને મલબાર હિલ સોસાયટી, નિકોલના રહીશો દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે સમરસ દિવાળીની ઉજવણી કરવામાં આવી તેની સુંદર તસવીરો...





ટિપ્પણીઓ