દિવાળી નજીક આવી રહીં છે, નોકરિયાત લોકો ઘરે જવા માટે રજાઓ માંગી રહ્યા હશે. કેટલાકને મળશે તો કેટલાક ઓફિસમાં જ દિવાળી કરશે. સાલું આ કેવું? પરિવાર સાથે કોઈ તહેવાર જ ના મનાવી શકાય? આખું વર્ષ ગધ્ધા મજૂરી કરી હોય તો રજાઓ માટે વલખા! દરેક વ્યક્તિ ઇચ્છતો હોય કે દિવાળી પોતાના પરિવાર સાથે ઉજવે, પણ ખેર અનેક મજબૂરીઓ હોય છે, જેના વ્યક્તિને પાંગળો બનાવી દે છે.
આજથી પાંચસો વર્ષ પહેલા કોણે ધાર્યું હશે કે આવા દિવસો આવશે. ખરેખર નોકરી કરતા લોકો માટે દિવાળું શું કે, તહેવાર શું? તેમના માટે તો બધા જ દિવસો એકસરખા જ હોય છે. માણસ એકલો રહેવા નથી માંગતો પરંતુ તેની સાથે એવી એવી ઘટનાઓ ઘટે છે કે, તે એકલો રહેવા માટે મજબૂર થયા છે. બાકી પરિવાર છોડીને કોસો દૂર રુપિયા કમાવવા માટે જવું કોને ગમે?
એક બઉ મસ્ત લાઈન છે કે,
"હારી ગયો હું એ જિંદગી પૈસાની લાલચમાં
અને જીતી ગયા એ દોસ્તો જેમણે ઘર નહોતું છોડ્યું"
જે પણ લોકો પૈસાની લાલચે ઘર છોડીને જાય તેમનાથી અભાગિયું બીજું કોઈ નથી. ઘરે રહ્યા એ પણ કઈ રખડ્યા તો નથી ને? સરખી રીતે જીવાય તેટલું તો એ પણ કમાઈ જ લે છે? ઉલટાનું એ લોકો બહાર ગયેલા કરતા પણ વધારે કમાઈ રહ્યાં છે. અને સ્વાસ્થ્ય સારું રહે છે પાછું બોનસ. ખેર પણ અમે તો કમવામાં માટે નીકળ્યા હતાં. સાલું હજી સુધી કમાઈ ના રહ્યાં.
મફ્તમાં સોદો કરી નાખ્યો એ બાળપણનો યુવાની માટે
આજે મોટા થયા ત્યારે ખબર પડી કે, ખુબ જ કિંમતી ચીજ ગુમાવી છે
નોકરી... જેણે પરિવારથી દૂર કર્યા, મિત્રોથી દૂર કર્યા, ખુશીઓથી દૂર કર્યા, ગામથી દૂર કર્યા, સંબંધોથી દૂર કર્યા, મહેફિલથી દૂર કર્યા, લાગણીઓથી દૂર કર્યા અને તેના બદલામાં મળ્યું શું માત્ર રૂપિયા? આનાથી મોટો ખરાબ સોદો બીજો ક્યો હોય?
આંખે ચશ્મા, બાઈકની કિક, કમરે દર્દ, ઓછી ઊંઘ, વણજોઈતું ટેન્શન, સમય પહેલા ધોળા વાળ, ઓફિસનું ુપંચ, કામનો ભાર, બેજવાબદાર સમયપત્ર, પિસાતી જિંદગી, બગડતી તબીયત, વધતું બ્લટ પ્રેશન અને તેના કરતા પણ વધારે તહેવારોમાં પણ ઓફિસનું કામ! બોલો છે કોઈ હવે નોકરી કરતા વ્યક્તિ કરતા વધારે દુૂઃખી માણસ? તોય, તોય માણસ હસતો ફરે છે, હસતા મોઢે આખો ભાર સહી લે છે અને કહે છે આપણે તો 'મોજે દરિયા'.
ખેર પણ વાત નોકરિયાતની તો બિચારો એ તો પિસાતો હતો, પિસાય છે અને ુપિસાતો રહેશે. કારણ, કારણ કે, તેને અનેક જવાબદારીઓ પણ માથે લીધી હોય છે. તેના કભે તો કેટલો ભાર રહેલો છે. તે જ જો નાસિપાક થઈને બેસી જાય તો પછી કેમનું ચાલશે? ઠીક છે હવે આ તો નોકરી છે ચાલ્યા કરે, એવું કહીને પછી પાછો નોકરીએ જતો રહેશે. એ જ કામ, એ જ સ્થાન અને જ પૈસાની મથામણ
ઠીક છે રજા નથી મળી તો શું થયું પગાર તો મળ્યો છે ને! આપણી આ જ કઠણાઈ છે. જે સમજે છે તેને કહેવાની કોઈ જરૂર નથી અને જે નથી જ સમજવાના તેમને કહેવાનો કોઈ મતલબ નથી. પણ હારવાનું નથી કે ભાંગી પડી હતાશ થવાનું નથી. કારણ કે, જિંદગી કેવી છે ખબર છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો