પોલીસ કૉન્સ્ટેબલ મનુભાઈ શંકરભાઈએ એમના જન્મદિવસ નિમિત્તે સમાજને આપી પ્રેરણા, અનોખી રીતે ઉજવ્યો જન્મ દિવસ

 

  • ડીસા શહેર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે મનુભાઈ
  • પોતાના જન્મ દિવસની ભારતીય સંસ્કૃતિ સાથે કરી ઉજવણી
  • સુદામા વૃદ્ધાશ્રમમાં જઈ ઉજવ્યો પોતાનો જન્મ દિવસ

અત્યારે જન્મ દિવસની ઉજવણી દરમિયાન લોકો હજારો રૂપિયાનો ફાલતુનો ખર્ચો કરી કરવા લાગ્યાં છે. એટલું જ નહીં પરંતુ ઉજવણીમાં હવે પશ્રિમિ સંસ્કૃતિનું ચલણ વધી રહ્યું છે. પરંતુ પોતાના અવરતરણ દિવસની સાદગીથી અને ભારતીય સંસ્કૃતિથી પણ ઉજવણી થઈ શકે છે. જેથી પોલીસ કૉન્સ્ટેબલ મનુભાઈ શંકરભાઈએ પણ આવી રીતે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો છે.

જે માતા-પિતાને પોતાના દીકરાઓએ તરછોડી દીધા છે અને વૃદ્ધાશ્રમમાં જીવન જીવવા માટે મૂકી દીધા છે એવા માતા-પિતાને ડીસા ખાતે આવેલું સુદામા વૃદ્ધાશ્રમ સહારો આપે છે. સુદામા વૃદ્ધાશ્રમમાં જઈને આજે આવા વડીલોને જન્મ દિવસ નિમિત્તે ભોજન જમાડીને પોલીસ કૉન્સ્ટેબલ મનુભાઈએ આશીર્વાદ લીધા હતા.

સમાજમાં એક ઉદાહરણ આપ્યું હતું કે, જન્મદિવસ નિમિત્તે બર્થ ડે પાર્ટીમાં કેક કાપી અને મોઘી મોંઘી ગિફ્ટ તો આપીને લોકો ખોટી રીતે ઉજવણી કરી રહ્યા છે. લોકોમાં જાગૃતિ લાવવા આ પોલીસ કૉન્સ્ટેબલ દ્વારા એક અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ખોટા ખર્ચાઓ કરીને દેખાવો કરવા કરતા ખરેખર જેમને જરૂરિયાત છે અને જીવનમાં એકલતાનો અનુભવ કરે છે એવા વૃદ્ધાઓને સાથે બેસી જમાડી અને પ્રેમથી આજે જન્મદિવસની ઉજવણી કરી હતી

ટિપ્પણીઓ