ખરેખર હવે એવું લાગે છે કે, ગુજરાતી ફિલ્મો પણ બેસ્ટ બની રહી છે. ગુજરાતી ફિલ્મો પણ હવે કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે. કારણ! કારણ કે, હવે એ પ્રકારની ફિલ્મો બનવા લાગી છે. 'HAHAકા₹' ફિલ્મના વખાણ કરીએ એટલે ઓછા છે. આ ફિલ્મ એવું છે કે જેને વારંવાર જોવાનું મન થયા.
ફિલ્મના ડાયલોગ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર છે. એમાંય મયુર ચૌહાણની એન્ટ્રી પડે અને સિટી ના વાગે તો ભાઈની એન્ટ્રી નકામી હો! પણ ભાઈએ મોજ પાડી દીધી છે. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે મયુર ચૌહાણ એ ગુજરાતી ફિલ્મોનો 'એક્કો' છે. એની સામે બીજા કલાકારો ખરેખર ઝાંખા લાગે!
![]() |
| મયુર ચૌહાણ એટલે ગુજરાતી ફિલ્મોનો 'એક્કો' |
બાજી પત્તામાં એક્કો, દુરી અને ત્રીરી હોય તો પછી કોઈ જીતી ના શકે! તેમ હાહાકારમાં 'હિતું, પરીયો અને ભૈલુ' એટલે એક્કો, દુરી અને ત્રીરી છે અને એ પણ કલરમાં, એટલે કંઇ ઘટે જ નહીં બાકી. તમે લખી રાખજો આ ફિલ્મ થિયેટરમાં ચાલશે નહીં પણ દોડશે અને ધૂમ કમાણી કરશે.
એક પછી એક આમ હસી હસીને પેટમાં દુઃખવા લાવે એવા જોરદાર ડાયલોગ. ખરેખર બોસ આ ફિલ્મમાં કોમેડી એટલે '1 નંબર' હો! સોશિયલ મીડિયામાં ટ્રેંડમાં ચાલે એવા ડાયલોગ છે.
સૌથી મોટી વાત કે, ગુજરાતી સંગીતના બેતાજ બાદશાહ એટલે મણીરાજ બારોટનું 'મધરો દારૂડિયો ' આય જાય શું ધૂમ મચાવે છે. આ ગીત પર અત્યાર સુધીમાં લાખો Reels બની ગઈ છે.
અમદાવાદી મેન ગેંગની એન્ટ્રી પણ બાકી જોરદાર હો! એમાંય 'પૂછ્યું, તને કોઈએ પૂછ્યું ' એ તો બાકી જોરદાર હો. પણ ટુંકમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર છે એ પાક્કું છે. એમાં શંકાને કોઈ સ્થાન છે જ નહીં. ખાસ વાત એ ગમી કે ફિલ્મમાં સોશિયલ મીડિયા સ્ટારને પણ ચાન્સ આપ્યો છે. એ વિચાર ખરેખર ખૂબ ગમ્યો છે.
ટુંકમાં ગુજરાતમાં ટેલેન્ટની કોઈ કમી છે જ નહીં, બસ ખાલી પારખતા આવડવું જોઈએ.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો