Push Up man of India રોહતાસ ચૌધરીએ પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો, એક પગ પર માર્યા 722 પુશ અપ

ભારતના પુશઅપ મેન રોહતાસ ચૌધરી પાકિસ્તાન પુશઅપ મેન રેકોર્ડ તોડીને તાજ પોતાને નામ કરી દીધો છે. રોહતાસ ચૌધરીએ એક પગ પર 722 પુશઅપ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. રોહતાસ ચૌધરીએ એક પગ પર 27 કિલો વજન સાથે માત્ર એક જ કલાકમાં 722 પુશઅપ કરી રેકોર્ડ બનાવ્યો છે. પાકિસ્તાનના પુશઅપ મેનનો 534 પુશઅપનો રેકોર્ડ તોડીને રોહતાસ ચૌધરીએ ગિનિસ બુક ઓફ રેકોર્ડ નામ નોંધાયુ છે. 

ભારતને ફરી એકવાર પાકિસ્તાનને પાછળ છોડી માત આપી

આ પહેલા પાકિસ્તાનના પુશઅપ મેને એક પગ પર 534 પુશઅપ કરી રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ ભારતને ફરી પાકિસ્તાનને પાછળ છોડી માત આપી છે. ગાંધીનગર ટાઉન હોલ ખાતે પાકિસ્તાના રેકોર્ડ તોડી દીધો છે. રોહતાસ ચૌધરીએ જાન્યુઆરી માસમાં સ્પેનના પુશઅપ મેન રેકોર્ડ તોડયો હતો. સ્પેનના પુશઅપ મેનનો બંને પગ સાથે 537 રેકોર્ડ તોડી 743 પુશઅપ કર્યા હતા. આ પહેલા 2015 માં 8 કલાકમાં 10 હજાર પુશઅપ કરી રેકોર્ડ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ 2016 ઇન્ટરનેશનલ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર 2024 માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 

પુશ અપ મેન ઓફ ઇન્ડિયાએ નવો રેકોર્ડ બનાવ્યો

ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનાં (Gandhinagar) સેક્ટર-17 માં આવેલા ટાઉન હોલ ખાતે આજે રોજ પુશ અપ મેન ઓફ ઇન્ડિયા (Pushup man of India) રોહતાસ ચૌધરી પાકિસ્તાનનો પુશ અપ રેકોર્ડ તોડ્યો છે. 27 કિલો વજન સાથે એક પગ પર 534 પુશ અપનો પાકિસ્તાનનો (Pakistan) વિશ્વ રેકોર્ડ હતો તેને પણ રોહતાસ ચૌધરીએ એક પગ પર 722 પુશઅપ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે.

ટિપ્પણીઓ