ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન દેખાઈ 'પુષ્પા' થીમ...

જંગલ હજારો વર્ષે તૈયાર થાય છે. આ કઈ એક બે દિવસ કે વર્ષનું કામ નથી! આપણને 5 દિવસ મળે છે એ જંગલને જોવાના તો એમાં આપણી ફરજ છે કે તેને સહી સલામત રાખીએ. કારણ કે આપણે તેના માલિક નથી! માત્ર પ્રેક્ષક છીએ.

ગિરનાર પરિક્રમા દરમિયાન દેખાયેલ આ 'પુષ્પા' થીમથી લોકોને સમજાવવા પડે છે કે, તમે જ્યાં ત્યાં થુકશો નહીં, જ્યાં ત્યાં કચરો નાખશો નહીં. તેનાથી જંગલને હાની થાય છે. વાસ્તવમાં આ બધું સમજાવવાની જરૂર ના હોય પણ તોય સમજાવવું પડે છે.

ખરેખર જોવા જઈએ તો માણસો જેટલા જંગલથી દૂર રહેશે એટલા જ જંગલો સુરક્ષિત રહેશે. કારણ કે, માણસની આ જાત જ એવી આવે છે. પણ હા ઘણાં એવા માણસો પણ છે જે વર્ષોથી જંગલને સાચવતા આવ્યા છે, તેની જાળવણી અત્યારે પણ કરી રહ્યા છે. તે લોકોનો ખરેખર આભાર માનવો જોઈએ. 

પણ આપણે જંગલોને સાચવવાના છે જે આપણી નૈતિક જવાબદારી છે એ ભૂલતા નહીં. 

ચાલો ત્યારે... જય ગિરનારી 



ટિપ્પણીઓ