બાંગ્લાદેશના અલ્પસંખ્યકોની વારે કોણ આવશે?

 કોણ ખતરામાં છે અને કોણ સુરક્ષિત છે? તે અત્યારે કેવી રીતે કહીં શકાય? ભારતમાં કોઈ ધર્મને ખરતો નથી. પણ આતો કહેવાતા કેટલા ધર્મના નામે ધંધો કરતા લોકોએ આ મોહાલ સર્જ્યો છે કે, આ ખતરામાં છે અને પેલો ખતરામાં છે. મારે એ કહેવું છે કે, વાત બાંગ્લાદેશની કરોને કરવી હોય તો? ત્યાં અલ્પસંખ્યકોની હાલત ખુબ જ દયનિય બની ગઈ છે. હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. સાધુઓની ધરપકડ થઈ રહીં છે અને બીજુ પણ ઘણું...

શું આ લોકો માટે કોઈ નહીં બોલ? એક સમય એવો હતો જ્યારે ભારતે બાંગ્લાદેશને પાકિસ્તાનના આતંકની બચાવ્યો હતો અને પોતાના દેશમાં સુખી રહેવાની સવલતો પૂરી પાડી હતી. પરંતુ અત્યારે બાંગ્લાદેશના લોકો ભારતના એ ઉપકારને ભૂલી ગયાં છે. આમ, તો કરેલા ઉપકારની ચર્ચા કરવી ના જોઈએ પરંતુ કહેવાય છે કે હવે સમય બદલાયો છે. એટલા માટે બોલવું પડે. એટલે  આશા રાખું કહેવાતા સત્તાધારી લોકો બાંગ્લાદેશના અલ્પસંખ્યકો માટે બોલો એ તો ઠીક પરંતુ કઈક કરે અને એમની વારે આવે.


ટિપ્પણીઓ