ગુજરાતમાં ખબર અત્યારે નકલીનો રાફડો ફાટ્યો છે. છાસવારે કોઈ નકલીનું કૌભાંડ બહાર આવે છે. પાટણમાંથી એક એવો બોગસ ડૉક્ટર (Bogus Doctor) ઝડપાય છે. જે માત્ર 10 પાસ છે અને અત્યારે ડૉક્ટર બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. મોટી વાત એ પણ છે કે, તે પહેલા કોઈ ખાનગી હોસ્પિટલ (Hospital)માં માત્ર કમ્પાઉન્ડર હતો, પ્રશ્ન એ થાય છે કે, આ કમ્પાઉન્ડર ડૉક્ટર કેવી રીતે બની ગયો?
જી હા, આ બોગસ તબીબનું નામ છે સુરેશ ઠાકોર (Suresh Thakor). જેની પર માનવ તસ્કરીનો પણ આરોપ લાગેલો છે. તે દિશામાં તપાસ પણ થઈ રહીં છે. સૂત્રો દ્વાર એવું પણ જાણવા મળ્યું છે કે, આરોપી સુરેશ ઠાકોરે દત્તક બાળકોને આશરે 1.5 લાખમાં સોદો કર્યો હતો. એટલું જ નહીં પછી બોગસ તબીબે પોતાની હોસ્પિટલ પણ ખોલી છે.
આરોપીએ પાટણના કોરડા ગામમાં જમીનો, બંગલો બનાવ્યો, પ્લોટ લીધા અને ફરવા માટે ગાડી પણ લઈ લીધી. એક કમ્પાઉન્ડર તરીકે મહિને 10 થી 15 હજાર કમાતો સુરેશ ઠાકોર (Bogus Doctor Suresh Thakor) ત્રણ વર્ષમાં મહિને 3 લાખ રૂપિયાની કમાણી કરવા લાગ્યો. આરોપીની અનેક રાજનેતાઓ સાથે ફોટા હોવાનું પણ સામે આવ્યું છે. સુરેશ ઠાકોરના કેસમાં અનેક મોટા માથાની સંડોવણી હોય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ કઈ નાની વાત નથી, માત્ર 10 પાસ વ્યક્તિ મેડિકલ પણ ના ખોલી શકે અને સુરેશ ઠાકોરે હોસ્પિટલ ખોલી નાખી? આખરે કેવી રીતે? સુરેશ ઠાકોરને કોણે સપોર્ટ કર્યો? શું તેની સાથે કોઈ મોટું માથું હશે? આ મામલે વધુ ઊંડાણ પૂર્વક તપાસ થવી જોઈએ. ખાસ કરીને કહં એ દિશામાં તપાસ થવી જોઈએ કે, આમાં ક્યાં મોટા માથાં છે?
ના કેવળ રાજકીય લોકો પરંતુ, મેડિકલ ક્ષેત્ર અને આરોગ્ય ખાતાના અધિકારીઓ પણ એટલે જ જવાબદાર હોઈ શકે છે. કારણ કે, હોસ્પિટલ ખોલવાની મંજૂરી તો આરોગ્ય ખાતામાંથી મળી હશે ને? અને જો આરોગ્ય ખાતાની મંજૂરી જ ના લેવામાં આવી હોય તો પછી આ પ્રશ્ને ખુબ જ જટીલ બની જાય છે. તો પછી આખા તંત્રની ખામી કહેવાય કે, કોઈ પણ પ્રકારની મંજૂરી વિના રાજ્યમાં હોસ્પિટલો ધમધમી રહીં છે! મૂળ વાત એ કે, આ તપાસનો વિષય છે.
.jpg)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો