આજે International Men's Day હતો પરંતુ...


આજે International Men's Day હતો પરંતુ પુરૂષોને કોઈ વિશેષ માન-સન્માન મળ્યું નથી. જો મહિલા દિવસ હોત તો કેટલીય પોસ્ટ અને સ્ટોરીઓ જોવા મળી હોત. અનેક સંસ્થાઓ દ્વારા નારી સન્માન માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોત, પણ ખેર આજે ક્યાં એ દિવસ હતો. આજે પુરૂષો માટેનો દિવસ હતો અને પુરૂષોને માન આપી શું કરવું છે? 

એક ટૂંકી વાત કરૂ તો, એક જગ્યાએ આગ લાગી હતી. તેમાં પછી જાહેરાત કરવામાં આવી કે પહેલા બાળકો અને મહિલાને બચાવવામાં આવશે, એટલે આમાં પુરૂષોનો શું વાંક? માત્ર એક દિવસ તો નક્કી કરવામાં આવ્યો હતો પણ તેમાંય નિરાશા જ મળી!  ખેર આપણે ક્યા માન-સન્માન કે આદરની આદત છે. આ તો થોડી વાત લખ્યા જેવી લાગી તો થોડાક શબ્દો લખી દીધા. 

પણ વાત ખટકે છે, બાળકોની સંભાળ લેતી માતાની દરેક લોકો વાત કરે છે, પરંતુ આખા પરિવારનો ભાર લઈને ફરતા પિતાની કોઈ વાત નથી કરતું. દીકરી માટે ખુબ વાત કરવામાં આવી પણ જન્મની સાથે જેને પરિવારની જવાબદારી સંભાળવી પડશે તેવા દીકરાની વાત કરવામાં નથી આવતી. હું દીકરીને કંઈ સાપનો ભારો નથી કહેતો. દીકરી સદૈવ આગળ રહેશે, તે બે કુળને તારનારી છે, પણ સામે દીકરા પર પણ એટલી જ જવાબદારીઓ છે જ! તો તેની લાગણીને સમજવી પણ જરૂરી છે. 

પુરૂષોને પણ કોઈક વાર હાથ મિલાવી કે ગળે મળીને કહો કે, દોસ્ત તને પણ શુભેચ્છાઓ. એટલું તો હું દાવા સાથે કહી શકું છું કે, એકવાર જો પુરૂષોને ગળે મળીને તેમની પુછો કે, કેમ છે? લખી રાખજો એ વ્યક્તિ રડી પડશે! કેમ કે આજ સુધીને તેને આવું ક્યારેય પુછવામાં આવ્યું જ નથી. રોજ ના પુછાય તો કઈ નહીં પરંતુ કોઈક વાર તો માન આપી જુઓ...

મારી નહીં પરંતુ ઘવાયેલા પુરૂષની ન કહેવાયેલી વ્યથા 

ટિપ્પણીઓ