ગુજરાતમાં મહિલાની સુરક્ષા પર અત્યારે અનેક સવાલો થઈ રહ્યાં છે. રાજ્યમાં અત્યારે છેલ્લા એક વર્ષમાં 169 થી પણ વધારે દુષ્કર્મના કેસ નોંધાયા છે. તેનો અર્થ એ થયો છે કે, ગુજરાતમાં દર બીજા દિવસે દુષ્કર્મની ઘટના બને છે. દર બે દિવસે કોઈ દીકરીને નરાધમીઓ પીંખે છે! પ્રશ્ન એ થયા છે કે, ગુજરાત સુરક્ષિત કેવી રીતે થયું? ગુજરાત સુરક્ષિત નથી કથિત સુરક્ષિત છે. આવી રીતે બહેન-દીકરીઓ સાથે અત્યાચાર થતા રહેશે તો કેવી રીતે રાજ્યને સુરક્ષિત કહેવું?
મને તો અત્યારે અનેક સવાલો થઈ રહ્યાં છે, અને થવા પણ જોઈએ! ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ રાજ્યમાં સુરક્ષાને લઈને આક્ષેપો કર્યાં છે. વિપક્ષ તરીકેતે તેમનું કામ પણ છે. પણ રાજ્યને સુરક્ષિત રાખવું એ આપણાં સૌની જવાબદારી છે.
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે જે દુષ્કર્મ અને ક્રૂરતાની ઘટના બની હતી, તે પીડિતાએ આજે દમ તોડી દીધો, તે હારી ગઈ! આખરે કેટલું સહન કરે, એ તો બીચારી કુમળો જીવ હતી. આ હાર તેની નથી ગુજરાત સરકારની હાર છે, ગુજરાત પોલીસની હાર છે અને ખાસ તો આખા ગુજરાતની હાર છે. જો આપણે આપણાં ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત ના રાખી સકતા હોઈએ તો પોતાને સુરક્ષિત રાજ્ય ગણાવવાનું બંધ કરી દેવું જોઈએ.
છાસવારે રાજ્યમાં દુષ્કર્મની ઘટના બને છે તે ગુજરાત માટે ખુબ જ શરમની વાત છે. ચાલો માની લઈએ કે, ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, તો પછી અપરાધીઓમાં કેમ ડર નથી? કેમ માસુમ દીકરીઓ પીંખાઈ રહીં છે? 21મી સદીમાં જીવીએ છીએ પરંતુ હેવાનોની પશુ કરતા પણ વધારે બત્તર થઈ ગયાં છે.
ગુજરાતમાં દીકરીઓની રક્ષા માટે કોઈ આંદોલન નથી થયાં, કોઈએ જોરથી આવાજ પણ નથી ઉઠાવ્યો. આપણાં શાસ્ત્રો તો કહે જ છે કે, સ્ત્રીઓની રક્ષા માટે હિંસક બનવું જ જોઈએ. પણ અહીં તો આપણે અવાજ પણ નથી ઉઠાવ્યો. બધા માયકાંગળા થઈ ગયાં છીએ. ધિક્કાર છે આપણાં પણ જો આપણે બહેન-દીકરીઓની રક્ષા ના કરી શકતા હોઈએ તો!
ભરૂચમાં બનેલી ઘટનાએ 2012ના નિર્ભયા કેસની યાદ અપાવે છે, તેમાં જે પ્રકારની પેટન વાપરવમાં આવી હતી તેની જ પેટન ભરૂચમાં પણ જોવા મળી હતી. ભરૂચમાં તો માત્ર 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયું છે. એટલું જ નહીં પરંતુ દીકરીના ગુપ્તાંગમાં નરાધમીએ લોખંડનો સળીયો પણ નાખ્યો હતો. વિચાર કરો તે દીકરીને કેવી પીડા થઈ હશે? તેની આપણે કલ્પના પણ ના કરી શકીએ!
24 ડિસેમ્બરે ભરૂચમાં ફરી દુષ્કર્મની ઘટના બની. જેમાં એક 35 વર્ષના પુરૂષે 72 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું. ના તો બાળકીઓ સુરક્ષિત છે કે ના તો મહિલાઓ!
દીકરીઓને હવે જાતે જ સુરક્ષિત થવું પડશે, ના તો સરકારી તમારી રક્ષા કરશે કે ના તો કોઈ બીજું! જાતે તમારી જાતને એટલી મજબૂત કરો કે, સામે વાળો તમારી સામે આંખ ઊચી કરીને જોતા પહેલા પણ 1000 વખત વિચાર કરે...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો