વાત બુધવારની: વ્યક્તિની જાણ બહાર તેની નસબંધી કેમ કરવામાં આવી? શું આમાં પણ કોઈ ટાર્ગેટ હોય છે?

ગુજરાતમાં અનેક કૌભાંડો સામે આવ્યાં છે, પરંતુ કોઈ વ્યક્તિની જાણ બહાર તેની નસબંધી કરી દેવામાં આવે તે કેટલું યોગ્ય? આખરે શું તે વ્યક્તિને પોતાનો ઘરસંસાર આગળ વધારવાનો અધિકાર નથી? નમસ્કાર દોસ્તો, આજે 'વાત બુધવારની'માં ચર્ચા કરવી છે નસબંધી કેસની. મહેસાણાના એક ગામમાં એક કુવારા યુવકની જાણ બહાર ડૉક્ટરોએ તેની નશબંધી કરી નાખી. મોટી વાત તો એ છે કે મહિના પછી તેના લગ્ન થવાના હતાં. આ કોઈ ભૂલ તો નથી જ એટલે તેને ડૉક્ટરોની બેદરકારી તો ના જ કહેવાય! પણ પ્રશ્ન એ છે કે, આખરે કોના કહેવાથી આ કાર્ય કરવામાં આવ્યું?

પ્રશ્ન એ પણ થાય છે કે, શું ડૉક્ટરોને નસબંધીનો કોઈ ટાર્ગેટ આપેલો છે? ઘટના એવી છે કે, મહેસાણાના જુની શેઢાવી ગામનાં એક કુવારા યુવકની નસબંધી કરી દેવામાં આવી. આ કુવાર યુવકને ત્રણ બાળકોની પિતા બનાવી નસબંધી કરવામાં આવી છે. એટલે જ નહીં પરંતુ જમાલપુરમાં એક પરણિત યુવકની તેની પત્નીની મંજૂરી વિના જ નસબંધી કરી દેવામાં આવી. એટલે એ વાત તો ચોક્કસ છે કે, આ લોકોને નસબંધીના ટાર્ગેટ આપવામાં આવી રહ્યાં છે અને એટલા માટે જ હેલ્થ વર્કરો નસબંધીના આવા જોખમી રસ્તાઓ અપનાવી રહ્યાં છે.

આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો પુરૂષો કરતા મહિલાઓમાં નસબંધી કરવાનું પ્રમાણ વધારે છે. સામાજિક આર્થિક સમીક્ષાના આંકડા પ્રમાણે વર્ષ 2023-24 ના એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો તેમાં 2018-19 થી લઈને 2022-23 સુધીમાં એટલે કે આ પાંચ વર્ષમાં ગુજરાતમાં 14.82 લાખ લોકોએ નસબંધીનું ઓપરેશન કરાવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, આમાં પુરૂષોની સંખ્યા માત્ર 0.37% જ છે. એટલે કે આ પાંચ વર્ષમાં 5567 પુરૂષોએ નસબંધીનું ઓપરેશન કરાવ્યું છે. જેની સામે મહિલાની સંખ્યા ખુબ જ વધારે છે. આ પાંચ વર્ષમાં 99.63% ટકા મહિલાઓએ નસબંધી કરાવી છે. આકંડાની વાત કરીએ તો પાંચ વર્ષમાં 14.76 લાખ મહિલાઓ નસબંધી કરાવી છે. 

સામાજિક આર્થિક સમીક્ષાના આંકડા


સ્વાભાવિક છે કે, મહિલાઓમાં નસબંધીનો આકંડો ખુબ જ વધારે છે. જેથી પુરૂષો પણ નસબંધી કરાવે તેવો ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે અને જેના કારણે હેલ્થ વર્કરો આવો રસ્તો આપનાવી રહ્યાં છે, પરંતુ કોઈની મંજૂરી વિના આવા ઓપરેશન કરવા કેટલા યોગ્ય? આમાં તો હવે ખુબ આરોગ્ય વિભાગ પણ શંકાના દાયરામાં આવ્યું છે કે આખરે કેમ આવા ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. જો લોકોને નસબંધી નથી કરાવવી તો એ તેનો ખુદનો નિર્ણય છે. તેમાં કોઈ આરોગ્ય વિભાગ કે ડૉક્ટર તેને આવું કરવા માટે દબાણ કે છેતરપિંડી કેવી રીતે કરી શકે? જે પુરૂષોની આવી રીતે નસબંધી કરવામાં આવી છે શું તે હવે પાછા નોર્મલ થઈ શકશે? આરોગ્ય વિભાગે આ મામલે હવે ખુલાસો આપવો પડશે. સામાન્ય માનવી સાથે આવી રીતે છેતરપિંડી કેમ કરવામાં આવી?

અત્યારે તો માત્ર બે કે ત્રણ કેસ બહાર આવ્યાં છે. પરંતુ શું નક્કી કે અન્ય લોકો આવી રીતે નસબંધી નહીં કરવામાં આવી હોય? જો કરવામાં આવી હોય તો તે બાબતે તપાસ થવી જોઈએ. જે પણ 5567 પુરૂષોની નસબંધી કરવામાં આવી છે તેમને પણ અને જેની નસબંધી કરવામાં આવી હોય પરંતુ સરકારી ચોપડે નામ નોંધવાનું બાકી હોય તેમને મળવું જોઈએ અને આ મામલે તપાસ કરવી જોઈએ.

આવી રીતે નસબંધી કરવાના કેસમાં સામેલ તમામ હેલ્થ વર્કરો, ડૉક્ટરો, સહાયકો, અધિકારીઓ અને ખુબ આરોગ્ય વિભાગ સામે પણ કાયદાકીય પગલા લેવા જોઈએ. ખાસ તો જે લોકોની જાણ બહાર કે તેમની મંજૂરી વિના નસબંધ કરવામાં આવી તેમનું હવે શું? શું તે હવે નોર્મલ થઈ શકશે તે મામલે આરોગ્ય વિભાગે ખુલાસો આપવો પડશે. 


ટિપ્પણીઓ