વાત બુધવારની: લોકોના સ્થાસ્થ્ય સાથે રમત રમી સરકારને લૂંટવાનો કિમીયો એટલે 'ખ્યાતિકાંડ'


સરકારને કેવી રીતે લૂંટવી તેના અનેક પ્રકારના કિમીયો અત્યારે લોકો અપનાવી રહ્યાં છે. ભારત સરકારે  PMJAY કાર્ડની યોજના લાવી કે જેનાથી ગરીબ લોકો 5 થી 10 લાખ સુધીની સારવાર મફતમાં કરાવી શકે. આ યોજનાનો અનેક ગરીબ લોકોને ફાયદો પણ થયો છે. પરંતુ અમદાવાદની એક ખ્યાનનામ 'ખ્યાતિ  હોસ્પિટલ' એ એક કૌભાંડ શરૂ કર્યું. ગામે ગામ થઈ પહલા તો મેડિકલના સેવા કેમ્પો યોજ્યાં. આ દરમિયાન લાખો લોકોએ ચેકઅપ કરાવ્યું હતું. હજારો લોકોનું અહીં ચેકઅપ કરાવ્યા બાદ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે પણ લાવવામાં આવ્યાં. ગરીબ લોકો આવ્યાં પણ ખરા, એ લોકો શું કામ ના આવે? 


આ લોકોએ પહેલાથી જ એક લિસ્ટ બનાવી રાખ્યું હતું કે, જેમની પાસે PMJAY કાર્ડ હોય. જેની પાસે આ કાર્ડ હોય તેનમે સારવાર માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું. પરંતુ સૌથી ચોકાવનારી વાત એ સામે આવી કે, જે લોકોને સામાન્ય છાતીમાં દુઃખતું હતું તે લોકોની પણ બાયપાસ સર્જરી કરી દેવામાં આવી! ખ્યાતિએ અનેક આવા ઓપરેશન કર્યાં જેમાં દર્દીઓને માત્ર સામાન્ય દુઃખાવો કે તકલીફ હતી. આ દરમિયાન 100 થી પણ વધારે લોકોને મોત થયાના અહેવાલો પણ સામે આવ્યાં છે. આ બધુ જ થતું હતુ માત્રને માત્ર રૂપિયા માટે! જે લોકોને ઓપરેશન ના કરાવા હોય તે લોકોને એવું કહેવામાં આવતું કે તમારે ક્યાં પૈસા આપવા છે? આવી રીતે લોકોને ઓપરેશન માટે તૈયાર કરવામાં આવતાં હતાં.

ખ્યાતિ હોસ્પિટલે જે કાંડ કર્યો તે ખ્યાતિકાંડમાં હોસ્પિટલે કરોડો રૂપિયા સરકાર પાસેથી સેરવી લીધા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તે એવું પણ સામે આવ્યું કે જેઓ PMJAY કાર્ડ માટે સક્ષમ નહોતા તેવા લોકોના પણ કાર્ડ બનાવી આપવામાં આવ્યાં હતાં. એનો અર્થ એવો કે આ લોકો પૈસા માટે ગમે કરી શકે છે? આ કેસ તો માત્ર અમદાવાદનો છે પરંતુ આખા ભારતમાં આવું નહીં ચાલતું હોય તેની શું ગેરંટી? અત્યારે PMJAY અંતર્ગત આવતી દેશની દરેક હોસ્પિટલની તપાસ કરવી જરૂરી છે. 

ખ્યાતિકાંડ કઈ નાનું કૌભાંડ નથી, આમાં સરકારના પૈસા સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે. કઈ દુઃખ ના હોય તો પણ લોકોના શરીરને માત્ર એક રમકડું સમજીને ઓપરેશનો કરવામાં આવ્યાં છે. એટલું જ ન નહીં પરંતુ 100 કરતા વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેવા પણ અહેવાલો સામે આવ્યાં છે. જો કે, અત્યારે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી રહીં છે. 

કૌભાંડમાં સામેલ આઠ આરોપીઓની અટકાયત થઈ

ડૉ.પ્રશાંત હરિશચંદ્ર વજીરાણી

ચિરાગ હિરાસિંહ રાજપૂત

રાહુલ રાજેન્દ્રકુમાર જૈન

મીલીન્દ કનુભાઈ પટેલ

પ્રતિક યોગેશભાઈ ભટ્ટ

પંકિલ હસમુખભાઈ પટેલ

ડો. સંજય મૂળજીભાઈ પટોળિયા

રાજશ્રી પ્રદીપ કોઠારી

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એવું પણ સામે આવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં દરરોજ 10 ઓપરેશનનો ટોર્ગેટ અપવામાં આવતો હતો. સંસ્થાના સંચાલકો ડૉકટરોને ઓપરેશનના ટાર્ગેટ આપતા હતા. ટાર્ગેટ પુરા કરવા માટે આરોપી પ્રંશાત વજીરાણીએ અત્યાર સુધીમાં અંદાજે 1000 થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું. આખી હોસ્પિટલની વાત કરવામાં આવે તો, છેલ્લા 3 વર્ષમાં હોસ્પિટલમાં 8,534 દર્દીઓને સારવાર લીધી હતી, જેમાંથી 3,842 દર્દીઓએ સરકારી યોજના હેઠળ સારવાર લીધી હતી. 

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એવું સામે આવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ડૉકટરોને રોજના 10 ઓપરેશનના ટાર્ગેટ આપતા હતા. ટાર્ગેટ પુરા કરવા માટે આરોપી પ્રંશાત વજીરાણીએ અંદાજે 1000 થી વધુ ઓપરેશન કર્યા. આખી હોસ્પિટલની વાત કરીએ તો, છેલ્લા 3 વર્ષમાં હોસ્પિટલમાં 8,534 દર્દીઓને સારવાર લીધી હતી, જેમાંથી 3,842 દર્દીઓએ સરકારી યોજના હેઠળ સારવાર લીધી હતી. 



ટિપ્પણીઓ