અંતરિક્ષમાં ભારતનો દબદબો એટલે સ્પેડેક્સ મિશન- India's dominance in space means the SPADEX mission


ભારતની ક્ષમતા હવે અંતરીક્ષમાં પણ મજબૂત થઈ રહીં છે. 30 તારીખે રાત્રે 10 વાગ્યે ભારતે સ્પેડેક્સ મિશન સફળતા પૂર્વત લોંચ કર્યું. આ સફળતા સાથે સ્પેડેક્સ મિશન લોન્ચ કરનારો ભારત ચોથો દેશ બની ગયો છે. આ પહેલા રશિયા, અમેરિકા અને ચીને આ મિશન લોન્ચ કરેલું છે. પરંતુ હવે આ હરોળમાં ભારત પણ આવી ગયું છે. જે એક ભારતીય તરીકે આપણાં માટે ખુબ જ ગર્વની વાત છે.


શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન અંતરિક્ષકેન્દ્ર પરથી પીએસએલવી-સી60 રૉકેટ દ્વારા આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં હવે સ્પેડેક્સ મિશનનું લક્ષ્ય અંતરિક્ષયાનોને 'ડૉક' અને 'અનડૉક' કરવા માટે જરૂરી ટેક્નોલોજી વિકસાવાનો અને તેને પ્રદર્શિત કરવાનો છે. ટૂંકમાં વાત કરવામાં આવે તો એક અંતરિક્ષયાનને બીજા સાથે જોડવાની પ્રક્રિયાને 'ડૉકિંગ' અને અંતરિક્ષમાં એકબીજા સાથે જોડાયેલા યાનોને છૂંટા પાડવાની પ્રક્રિયાને 'અનડૉકિંગ' કહેવામાં આવે છે.

ઇસરોના અધ્યક્ષ ડૉ. એસ સોમનાથે કહ્યું, "હું સ્પેડેક્સ મિશન માટે PSLV-C60 ના સફળ પ્રક્ષેપણની જાહેરાત કરું છું... રોકેટે ઉપગ્રહોને સફળતાપૂર્વક સાચી ભ્રમણ કક્ષામાં મૂક્યા છે... PSLV પ્રોજેક્ટની સમગ્ર ટીમને અભિનંદન. સ્પેડેક્સ ટીમ કે જેણે બે નાના સેટેલાઇટ બસ આર્કિટેક્ચરનો ઉપયોગ કરીને ખૂબ જ નવીન, નવી, ખર્ચ-અસરકારક ડોકિંગ પ્રદર્શન મિશન કર્યું..."

આખરે શું છે આ સ્પેડેક્સ મિશન?

આ મિશનમાં બે નાના અંતરિક્ષયાન સામે છે. જેમાં પ્રત્યેકનું વજન 220 કિલો છે. આ મિશન પૃથ્વીથી 470 કિમીની ઊંચાઈથી પૃથ્વીની પ્રરિક્રમા કરશે. તેમાં એક ચેજર (એસડીએક્સ01) અને બીજા ટાર્ગેટ (એસડીએક્સ02) નામના ઉપગ્રહો સામેલ છે. આ મિશન હેઠળ કોઈ અંતરિક્ષયાનોને 'ડૉક' અને 'અનડૉક' કરવાની ક્ષમતાને પ્રદર્શિત કરી શકાશે. 

અંતરિક્ષમાં ડૉકિંગ અને ખુબ કઠીન અને જટિલ કામ હોય છે. અને આવું કરવાની ક્ષમતા અત્યારે માત્ર રશિયા, અમેરિકા અને ચીન પાસે જ છે, પરંતુ હવે આપણે પણ તે હરોળમાં સામેલ થઈ ગયાં છીએ. 2035 સુધીમાં અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન, મૂન મિશન અને અને મોટા સ્પેસ પ્રોજેક્ટમાં સફળ થવું એ ભારતનું લક્ષ્ય છે. હવે ભારતે સ્પેસ ટેક્નોલોજી માટે કોઈ અન્ય દેશ પર નિર્ભર નહીં રહેવું પડે.


 

ટિપ્પણીઓ