Vaat Budhvarni: મહાકુંભ થકી પ્રયાગરાજ બની ગયું ધર્મનગરી

સાધુ, સંતો અને મહંતો અત્યારે આ પ્રયાગરાજની ધરાને પાવન કરી રહ્યાં છે. આજે મૌની અમાવસ્યાના સ્નાન માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ આવ્ય છે. મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યા પર અમૃત પાનની ઈચ્છા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર કરોડો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે.

ધાર્મિક અને ખગોળીય દૃષ્ટિએ આ મૌની અમાવસ્યા બઉ મહત્વની

મૌની અમાવસ્યા માટે કાલે રાત્રે 8 વાગ્યાથી મહાસ્નાનની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે પણ બુધવારે આવતી અમાસ ધાર્મિક કર્મકાંડની દ્રષ્ટિએ વિશિષ્ટ ગણાતી હોય છે. પરંતુ આજે બુધવારે આવેલી મૌની અમાવાસ્યા ખગોળીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની છે.

12 કિલોમીટર વિસ્તારમાં 44 ઘાટ બનાવાયા

અખાડાઓનું ભવ્ય સ્નાન બુધવારે એટલે કે આજે સવારે શરૂ થઈ ગયું છે. વ્યવસ્થાની વાત કરવામાં આવે તો, પ્રયાગરાજમાં લગભગ 12 કિલોમીટર વિસ્તારનાં બનાવેલા તમામ 44 ઘાટ પર સ્નાન માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કાલે પ્રયાગરાજમાં 35.50 લાખથી વધુ શ્રદ્ધાળુએ સંગમમાં ડૂબકી લગાવી હતી. એટલું જ નહીં પરંતુ અત્યાર સુધીમાં મહાકુંભમાં કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા 15 કરોડને પાર ગઈ છે. 

સાધુ સંતો માટે કરાઈ છે ખાસ વ્યવસ્થા

મહાકુંભમાં મૌની અમાવસ્યાના સ્નાન માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અખાડાના સાધુ-સંત અને શિષ્ય સ્નાનઘા પર સ્નાન કરશે. જ્યારે અમૃત સ્નાન માટે અખાડાના માર્ગો પર બેરિકેડિંગથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ મુખ્ય અમૃત સ્નાન પર્વ પર હેલિકોપ્ટરથી સાધુ-સંતો પર પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. આશરે 21 ક્વિન્ટલ ગુલાબના ફૂલ સાધુ-સંતો પર વરસાવવામાં આવશે.

મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન (ટાઈમ)

આજે સવારે 5 વાગ્યાથી સ્નાનનું બ્રહ્મ મુહૂર્ત છે, જેમાં પહેલા મહાનિર્વાણી અખાડાના નાગા સંન્યાસી સ્નાન કરશે. ત્યાર બાદ શ્રી શંભૂ પંચાયતી અટલ અખાડા સ્નાન કરશે 5 વાગ્યે સ્નાન કરશે. આ સાથે સવારે 5.50 વાગ્યે નિરંજન અખાડા અને આનંદ અખાડા સ્નાન કરશે. તે પછી સવારે 6.45 કલાકે જૂના અખાડાના સંતો સ્નાન કરવાના છે. સવારે આમ, બપોરે 2 વાગ્યા સુધી સંતો સ્નાન કરવાના છે. આ મહાકુંભમાં કરોડો લોકો અમૃત સ્નાન કરવાના છે, જે એક વિશ્વ રેકોર્ડ બની જવાનો છે.

ટિપ્પણીઓ