આ છોકરીને ઇન્સ્ટાગ્રામમાં એક કે બે નહીં પરંતુ 7 એકાઉન્ટ હતાં. જે આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે કે, સોશિયલ મીડિયાએ બાળકોમાં કેટલું ઘર કર્યું છે? સગીર વયની છોકરી, માત્ર 5માં ધોરણમાં ભણતી છોકરીને પ્રેમ શું તેની ખબર પડી ગઈ! એ પણ ક્યાંથી સોશિયલ મીડિયા પરથી? આમાં ક્યાં પરિબળો કામ કરે છે, શું એને પરિવારમાંથી હુંફ નહીં મળતી હોય! કેમ આટલી નાની ઉમરે તેને સોશિયલ મીડિયામાં પ્રેમ શોધવો પડ્યો તે પણ એક સવાલ છે.
બધી જ વાતો ધ્યાને લેવા જેવી છે જ! માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે, તેમના બાળકો શું કરી રહ્યાં છે. ફોન, ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા કામને સરળ કરવા માટે અને કંઈક નવું શિખવા માટે હોવા જોઈએ પરંતુ જો તે તમારા પર કે , તમારા બાળકો પર હાવી થતા હોય તો સમય પહેલા ચેતી જવાની જરૂર છે, બાકી સમય તો વાયુ વેગે આગળ વધી રહ્યો છે.
વિશેષ તો આ વીડિયોમાં કહ્યું છે કે શા માટે વાલીએ બાળકોનું ધ્યાન રાખવાની જરૂર છે
હવે તો બાળકોએ પણ માતા-પિતાની સંભાળ રાખવી પડશે અને એ પણ જ્યાં સુધી માતા-પિતા જીવે છે ત્યાં સુધી. જો કોઈ સંતાને તેના માતા-પિતાની સારસંભાળ રાખવાની ના પાડી, તો તેને માતા-પિતાના સંપત્તિ પાછી આપવી પડશે, તેને સંપત્તિમાંથી બાકાત કરી દેવામાં આવશે આવો ઐતિહાસિક ચુકાદો ભારતની સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ કાયદાની ખરેખર જરૂર હતી. કારણ ભારતમાં હવે ઘરડા ઘર ખુબ જ વધી રહ્યાં છે. તેને રોકવાનો એક માત્ર આ ઉપાય હતો.
.jpg)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો