26મી જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના “કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું છે. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતનો ટેબ્લો 'પબ્લિક ચોઈસ એવોર્ડ'માં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે.
ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પણ પબ્લિક ચોઈસ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે તમારું વોટિંગ અત્યંત ઉપયોગી સાબિત થશે.
“સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”ની થીમ આધારિત ગુજરાત દ્વારા ‘ગુજરાત : આનર્તપુર થી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ’ વિષયનો ટેબ્લો રજુ કરવામાં આવ્યો છે.
https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/
ઉપરની વેબસાઈટ પર Login કરીને "VOTE for your favourite Tableaux & Contingnet at Republic Day 2025 અથવા Poll for the best Tableaux & Marching Contingent 2025" જોઈને ગુજરાત પર વોટ કરો. આ અંતર્ગત વોટિંગ લિંક તારીખ 26 જાન્યુઆરી એટલે આજ રોજ સવારથી જ લાઈવ થઈ ગઈ છે. આ લિન્કમાં ગુજરાતના ટેબ્લો સામે આપેલા વિષય ઉપર ટીક કરીને આપનો વોટ નોંધાવો અને ગુજરાતના ટેબ્લોને વિજયી બનાવો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો