Vaat Budhvarni: સોશિયલ મીડિયા પર કોમેડી કે મનોરંજન નહીં પરંતુ અશ્લીલતા પીરસાય છે!

Vaat Budhvarni: સોશિયલ મીડિયાનો ઉપયોગ અત્યારે કેટલી હદે વધી ગયો છે કે સારું શું છે અને ખરાબ શું છે? એ બંને વચ્ચે તારણો કાઢવા મુશ્કેલ પડી ગયા છે. થોડા સમય પહેલા જ, થોડા સમય એટલે મતલબ બે દિવસ પહેલા વ્યક્તિના શો વાયરલ થાય છે જેનું નામ છે ઇન્ડિયાસ ગોટ લેટેન્ટ. હવે આ શોમાં એક વલઘરતા કરતા હોય છે કે આ શો પરિવાર સાથે બેસીને જોઈ શકાય નહીં! 

માન્યું કે કોમેડી થવી જોઈએ, કોમેડી સારી વસ્તુ છે, જીવનમાં હસતા રહેવું જોઈએ પરંતુ કોમેડીના નામે અશ્લીલતા પીરસવામાં આવે એ કેટલી યોગ્ય? આ સવાલો અત્યારે એટલા માટે થઈ રહ્યા છે કે આ શોની અંદર માતા અને પિતા વિશે અશ્લીલ ટિપ્પણીઓ અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. વિરોધ તો થવો જોઈએ આવા શોની અંદર ભાઈ-બેનની ગાળો અને મા-બેનની ગાળો ખુલ્લેઆમ આપવામાં આવે છે એ પણ કોઈપણ પ્રકારના ડર વીના! 

તમારે તમારા બાળકો ઉપર ખાસ ધ્યાન આપવું પડશે કે તમારા બાળકો મોબાઇલમાં શું જોઈ રહ્યા છે? કારણ કે જો આવા શો જોઈ રહ્યા છે કે જેમાં માત્ર અશ્લીલતા પીરસવામાં આવતી હોય તો એ તમારા બાળકોના ભવિષ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ બધું એટલા માટે કહેવું પડે છે કે હજી સમય છે આવા લોકોને પાછા મોકલવાનો, આમના શો બંધ કરાવવાનો અને આમની અશ્લીલતા નામે ચાલતી કોમેડીની દુકાનો બંધ કરાવવાનો. 

ભારત સરકારે પણ આમાં દખલંદાજી કરવી પડશે અને youtube જેવા સોશિયલ મીડિયા ઉપર સેન્સરશિપ લાવી પડશે. જો સેન્સરશિપ નહીં આવે તો આ પ્રકારના શો ચાલતા રહેશે અને લોકો પૈસા છાપતા રહેશે. મુદ્દો એ નથી કે આ લોકો શો ચાલે છે. મુદ્દો એ છે કે આમાં અશ્લીલતા પીરસાય છે. માત્ર આ શોની વાત નથી બીજા ઘણા બધા ઓટીપી પ્લેટફોર્મ પણ છે કે જેમાં માત્ર અશ્લીલતા હોય છે. સંબંધોની મર્યાદાને નેવે મૂકીને એ લોકો અશ્લીલ કોન્ટેન્ટ બનાવતા હોય છે. એ કોન્ટેક્ટ આજની પેઢી માટે ખૂબ જ હાનિકારક છે. આ બધું જોઈને આપણે આપણા બાળકોનું ભવિષ્ય નક્કી નહીં કરી શકીએ કે સારા બનશે! કારણ કે સારા બનવા માટે સારી સંગત, સારા વિચારો અને સારું આચરણ જરૂરી છે પરંતુ આવા શોના કારણે આવા ઓટીટી પ્લેટફોર્મના કારણે સારા વલણો નહીં આવે. 

આ વાત માત્ર સમય રૈના, રણવીર અલ્હાબાદિયા કે તેના શોની નથી. આ વાત દરેક પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની છે એ દરેક પ્રકારના ઓટીટી પ્લેટફોર્મની છે જેમાં મનોરંજનના નામે અને કોમેડીના નામે અશ્લીલતા પીરસવામાં આવતી હોય છે. આ દરેક પ્રકારના કોન્ટેક્ટ બાળકોને બગાડી શકે છે. અત્યારે જે પ્રકારે બાળકો નાની ઉંમરે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે, તેવા ઘણા કિસ્સાઓ આપણે જોયા અને સાંભળતા હોઈએ છીએ. તો આ બધું બાળકો શીખ્યા ક્યાંથી? આ પ્રશ્ન શું મા-બાપને ન થવો જોઈએ? આ બધું જ મોબાઈલ, સોશિયલ મીડિયા અને આવા ઓટીટી પ્લેટફોર્મના કારણે થયું છે. 

પેલી કહેવત છે કે સમયને સમય રહેતા સમજી લેવો પડે બાકી પતન નિશ્ચિત હોય છે

ભારતમાં કરોડો લોકો રહે છે આપણે દરેક ઉપર લગામ નહીં લગાવીશું પરંતુ ભારત સરકારે કામ કરી શકશે. ભારત સરકાર પાસે એવી મિનિસ્ટ્રી છે સત્તા છે. સોશિયલ મીડિયા પર શું પીસાય છે? લોકો શું જોઈ રહ્યા છે? અને માત્ર પૈસા માટે થઈને કેવા મનોરંજનના કાર્યક્રમ ચાલી રહ્યા છે! આ દરેક બાબતોથી સરકાર અવગત હોવી જોઈએ. એટલા માટે સેન્સરશિપ આવવી જોઈએ. જે પ્રકારે ફિલ્મ હોય છે એ ફિલ્મને ગ્રેડ આપવામાં આવતા હોય છે કે આ ફિલ્મ આ લોકો જોઈ શકશે. આટલી ઉંમરના લોકો આ વસ્તુ જોઈશે અને આનાથી ઉપરના છે એ આ વસ્તુ જોઈ શકશે. એવું youtube માં કે બીજા instagram છે facebook છે દરેકમાં હોવું જોઈએ. આ કાયદો સત્વરે પસાર થવું જોઈએ સંસદમાંની ચર્ચાઓ થવી જોઈએ. કારણ કે ભારત દેશનું ભવિષ્ય સોશિયલ મીડિયાના આધારે નક્કી થયું તો એ ભારત માટે, દેશના યુવાનો માટે અને ભારત દેશના બાળકો માટે હાનિકારક છે એમાં કોઈ બે મત નથી! 

આ દરેક વસ્તુ ભારતીય સંસ્કૃતિથી વિપરીત છે, માન્યું કે ભારતીય સંસ્કૃતિમાં કામશાસ્ત્ર કરીને એક શાસ્ત્ર છે પણ એમાં દરેક વસ્તુ સમજાવી રહી છે. પરંતુ આ રીતે જે અશ્લીલતા ફેલાવી રહ્યા છે એમાં સંબંધોને નેવી મૂકવામાં આવી રહ્યા છે. કારણ કે આ લોકો પારિવારિક સંબંધોમાં અશ્લીલતા ફેલાવી રહ્યા છે તો એના માટે કામ થવું જોઈએ કાર્યવાહી થવી જોઈએ ખાસ કરીને માતા પિતાએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ 

જય જય ગરવી ગુજરાત

ટિપ્પણીઓ