ભારતભરમાં છેલ્લા એક મહિનામાં ઘણાં એવા અકસ્માત થયાં છે, જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતો થવાનું કારણ શું? આખરે શા માટે અત્યારે રોડ અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્તમાનની ઘટનાઓને જોતા તમે જ્યારે પર ઘરની બહાર નીકળો છો, ત્યારે તમારા પર અકસ્માતનું જોખમ રહેતું જ હોય છે. એનો મતલબ એવો પણ નથી કે, આપણે બહાર નીકળવાનું જ બંધ કરી દઈએ.
આપણે તેનો ઉકેલ લાવવાનો છે. આ ઉકેલ આવશે કેવી રીતે? એવું નથી ઘરે બેસી રહેવાથી આનો ઉકેલ નહીં આવે. ઉકેલ માત્ર એ જ છે કે, આપણે દરેક નિયમોનું પાલન કરીએ. દરેક સિગ્નલ પર ઊભા રહીએ. ટ્રાફિકના જેટલા નિયમો છે તેવું પાલન કરવામાં આવે. ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે છતાં પણ પીવાય છે, તો દારૂ પીને ડ્રાઈવિંગ ના કરવું જોઈએ. કારણ કે મોટા ભાગના અકસ્માતોનું મૂળ કારણ આ જ છે.
એક કારણ રોડ અને રસ્તા પણ છે. ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. રસ્તામાં ખાડાઓના કારણે પણ અકસ્માતો વધી રહ્યાં છે. જેથી સરકાર અને તંત્રએ પણ આ મામલે કામ કરવાની જરૂર છે. કારણ કે, ભારતનો દરેક નાગરિક ટેક્સ આપે છે. તો તેના માટે સરકારે પૂરતી સુવિધા આપવી જરૂરી છે. ખેર એ તો હવે સરકારે વિચારનું છે કે, આ મામલે કેવી કામગીરી કરવામાં આવે છે.
ખાસ વાત એ કહેવી છે કે, જ્યાં સુધી બને ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. તેના કારણે પણ અનેક પ્રકારના ફાયદા થવાના છે. કારણે રૂપિયાની બચત અને સમય બન્નેની બચત થશે. તો પછી વિચાર કરો અને આના પર અમલ કરો...
જય ભારત
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો